વાંકાનેર શ્રીગૌપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા નવમો સમૂહ લગ્ન યોજાયો

- text


શ્રીમચ્છો માતાજીના આંગણે યોજાયેલ સમુહ લગ્નોત્સવમાં ૬૬ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડ્યા

વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા શ્રી મચ્છુ માતાજીના આંગણે નવમાં સમૂહ લગ્ન યોજાયેલ જેમાં ભરવાડ સમાજની ૬૬ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યાં. આ સમૂહ લગ્નમાં પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ ગુરુ શિવપુરી બાપુ (થરા)એ સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વચન પાઠવેલ આ શુભ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરુની સાથે-સાથે સાધુ સંતો તેમજ સમાજના અગ્રણીઓ આગેવાનો તેમજ જિલ્લાના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહેલ.

- text

તાજેતરમાંજ પ્રયાગરાજ ખાતે ગુજરાતના એકમાત્ર ભરવાડ સમાજના ધર્મ ગુરુ શ્રી ઘનશ્યામપુરીબાપુને ૧૦૦૮ મહામંડલેશ્વર બનાવતાં ગૌપાલક સમૂહ લગ્ન સમિતિ તેમજ વાંકાનેર ભરવાડ સમાજ દ્વારા પૂજ્ય ઘનશ્યામગીરીબાપુનુ  સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text