મોરબી : ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા વાત્સલ્ય દિવસની અનોખી ઉજવણી કરાઈ

- text


ગરીબ બાળકોને નાસ્તો, બિસ્કિટ, ચોકલેટનું વિતરણ કરાયું

મોરબી: મોરબીના ઇન્ડિયન લાયન્સ કલબ દ્વારા તારીખ 14ને ગુરુવારે વેલેન્ટાઈન ડેની ઉજવણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કંઈક અલગ કરી લોકોને સારી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરતો “વાત્સલ્ય દિવસ” ઉજવવામાં આવ્યો હતો.

આ દિવસ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવાઈ રહ્યો હતો, ત્યારે કલબના સેક્રેટરી ભાવેશભાઈ દોશીના લગ્નની 26મી વર્ષગાંઠ હોવાથી ઇન્ડિયન લાયન્સ કલબના સેક્રેટરી તરીકે સેવા આપતા ભાવેશભાઈ અને રિધ્ધિબેને કલબના સભ્યો સાથે મળીને સવારે ભારતમાતાનું પૂજન કર્યું તથા સાંજે ઝુપડપટ્ટી રહેતા ગરીબ પરિવારના બાળકોને નાસ્તો તેમજ બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કર્યું હતું અને આ રીતે સાચા અર્થમાં “વાત્સલ્ય દિવસ”ની ઉજવણી કરી હતી.

- text

આ કાર્યક્રમમાં ઇન્ડિયન લાયન્સ કલબના પ્રમુખ હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ અઘારા તથા કલબના સભ્યો અશોકભાઈ જોષી, ધીરુભાઈ સુરેલીયા, હસમુખભાઈ સોરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text