મોરબીમાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના લાલપર ગામ નજીક આવેલ સેનેટરીવર્સ કારખનાની ઓરડીમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાલપર ગામ પાસે આવેલ સોનેટ સેનેટરીવર્સ કારખાનામાં રહીને મજુરી કામ કરતી લક્ષમી કુમારી જર્નાદનસિંહ કુશવા ઉ.વ.19 નામની પરપ્પ્રાતોય યુવતીએ ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવ દઈ દીધો હતો.બાદમાં યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની જરૂરી કાર્યવાહી કરી યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text