હળવદના કડિયાણા ગામે કોર્ટની દરમ્યાનગીરીથી ત્રણ બાળલગ્ન અટક્યા

- text


સમાજ સુરથાની કાર્યવાહીમાં દખલગીરી ઉભી થતા કોર્ટનું શરણું લેવાયું : કોર્ટના હુકમથી બે દીકરી અને એક દીકરા એમ ત્રણેયના લગ્ન અટકાવ્યા

હળવદ : હળવદના કડીયાણા ગામે બે દીકરી અને એક દીકરા એમ ત્રણેય સગીરવયના હોવા છતાં લગ્નનું આયોજન કરાયું હોવાની બાતમી મળતા સમાજ સુરક્ષાની ટીમે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ આ કાર્યવાહીમાં સ્થાનીક લોકોએ અવરોધ ઉભો કરતા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અંતે કોર્ટના હુકમથી આ ત્રણેય સગીરાના લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા.

આ બનાવની મોરબી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર તેમને ગત તા.8 ના રોજ બાતમી મળી હતી કે,હળવદના કડિયાણા ગામે બે દીકરી અને એક દીકરાના તા.14ના રોજ લગ્નનું આયોજન કરાયુ છે પણ આ ત્રણેય સગીરવયના હોવાની જાણ થતાં બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એ.એફ.પીપલીયા તથા પોબ્રશન અધિકારી એસ.વી.રાઠોડે હળવદ તાલુકા પોલીસ અને બાળ સુરક્ષા એકમને સાથે રાખીને કડિયાણા ગામે તપાસ હાથ ધરી હતી.જ્યાં લગ્નનું આયોજન કરનાર વ્યક્તિ હાજર ન હતા.પરંતુ બાળ લગ્ન અટકવાની કાર્યવાહીમાં અન્ય લોકોએ ઉઘતાઈભર્યું વર્તન કરીને કાર્યવાહી ન કરવા દેતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ હળવદ કોર્ટમાં બાળ લગ્ન પર મનાઈ હુકમ લેવા અંગે અરજ કરી હતી.આથી હળવદ કોર્ટે આ અરજીને માન્ય રાખી લગ્નનું આયોજન કરનાર વાલીને લપડાક આપી ત્રણેય સગીરોની પુખ્ત ઉંમર થાય ત્યારે જ લગ્ન કરવાની બાંહેધરી આપવા તાકીદ કરી હતી.આ રીતે કોર્ટના હુકમથી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને બાળ સુરક્ષા એકમના ડો.વિપુલ શેરસિયા તથા રંજનબેન મકવાણા તેમજ ઇશાબેન સોલંકી, સમીરભાઈ લધડ, વિશાલ રાઠોડ સહિતની ટીમે ત્રણેય સગીરોના લગ્ન અટકાવી દીધા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text