માળીયા : પત્ની પર શંકા કરી પતિએ વાળથી ઢસડીને માર માર્યો

- text


સાસરિયાઓએ પણ માર માર્યા હોવાની ફરિયાદ નોંધાઇ

મોરબી : માળિયામાં પત્ની ઉપર શંકા રાખીને તેના પતિએ તેણીને ચોટલા સાથે ઢસડીને માર માર્યો હતો.તેમજ કુહાડી લઈને માર મારવા દોડ્યા બાદ સસરિયાઓએ પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના નવા અજીયાસર ગામે રહેતી કેશરબાઈ મહેબૂબભાઈ માણેક ઉ.વ.27 નામની પરણીતાએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તેમના પતિ મહેબૂબભાઈ જાકમભાઈ માણેક પત્ની પર શંકા વહેમ રાખીને તેણીને વાળ પકડીને ઢસડી જઈને માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કુહાડી લઈને મારવા દોડ્યો હતો.જ્યારે અન્ય આરીપી જેમાબેન જાકમભાઈ માણેકે પરણીતને પકડીને પછાડી દીધી હતી અને માસીજી સાસુ અમીનાબેન હુસેનભાઈ માણેકે તેણીના હાથમાં ચેકા કરી લાફો માર્યો હતો.આ બનાવની પરણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પતિ સહિત ત્રણ અરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text