મોરબીના ચકમપર ગામે તળાવમાં બાળકનું ડૂબી જતાં મોત

- text


મોરબી : મોરબીના ચકમપર ગામે આવેલા તળાવમાં એક બાળક નહાવા પડ્યા બાદ તેનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના ચકમપર ગામે સીમમાં આવેલી વાડીમાં પેટિયું રળતા શ્રમિક પરિવારનો આઠ વર્ષીય પુત્ર વીનેશ દિનેશભાઇ પરમાર ગઈકાલે ચકમપર ગામની સીમમાં આવેલા તળાવમાં નહાવા પડ્યો હતો પરંતુ તળાવમાં તેનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું
હતું.આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text