હળવદમાં પીએમ આંગળીયા પેઢીએ નવ લાખના પેમેન્ટમાં ભગો કરતા પોલીસ ફરિયાદ

પોલીસે હળવદના તમામ આંગળીયાને ઉપાડી લીધા

હળવદ : હળવદની પીએમ આંગળીયા પેઢી મારફતે નવ લાખ ચાર હજારનું પેમેન્ટ એકને બદલે બીજા વ્યક્તિને આપી દેવાતા છેતરપિંડીનો ભોગ બનેલ આસમીએ પોલીસ ફરિયાદ કરતા હળવદ પોલીસે ત્વરિત પગલાં લઈ બે નંબરની રોકડ હેરાફેરી કરતા તમામ આંગળીયાને પૂછપરછ માટે ઉપાડતા ચકચાર જાગી છે.

પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના પી.એમ. આંગડીયા પેઢીમાં રૂ.૯ લાખ ૪ હજાર રાજકોટ હવાલો કરવા જમા કરાવ્યા હતા પરંતુ રાજકોટના બદલે અમદાવાદના રતનપોળ ખાતે રૂ.૯ લાખ જમા કરાવ્યું હતું જા કે ખરેખર તે આંગડીયુ રાજકોટના નિમેશભાઈ ધીરજભાઈ જાવીયાને પેમેન્ટ આપવાનું હતું જે પેમેન્ટ નિમેશભાઈની જગ્યાએ અજાણ્યા વ્યકિતનો ફોન આવતા નિમેશભાઈને બદલે સંજયભાઈના નામનું રતનપોળ (અમદાવાદ) ખાતે આંગડીયું કરાવવા જણાવતા ભોગ બનનાર મિલાપ જયંતિભાઈ સુરાણી (રહે. ઉમા સોસાયટી, હળવદ) વાળાએ સંજયભાઈના નામે આંગડીયું કરાવ્યું હતું.

જો કે, આ ૯ લાખ રૂપિયાનો પેમેન્ટ રાજકોટ હવાલો કરાયો હતો પરંતુ રાજકોટના બદલે રતનપોળ (અમદાવાદ)થી આ રકમ ઉપડી જતા અજાણ્યા શખ્સો દ્વારા ૯ લાખ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હતી. આ અંગે ફરિયાદીએ હળવદ પોલીસ મથકે લેખિત રજુઆત કરતા પી.આઈ. એમ.આર. સોલંકીએ હળવદની જુદીજુદી ચાર આંગડીયા પેઢીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, ભોગ બનનારે હળવદ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી રજુઆત કરાતા પોલીસ સ્ટાફ એકશનમાં આવી તાત્કાલીક શહેરના જુદાજુદા ચાર આંગડીયા પેઢીના સંચાલકોને જરૂરી આધાર-પુરાવા સાથે હળવદ પોલીસ મથકે બોલાવી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે નોટબંધી બાદ બેન્કની સમાંતર રોકડની મોટાપાયે હેરફેર કરતી આંગળીયા પેઢીઓ મોરબી અને હળવદમાં તમામ નિયમોનો ભંગ કરતા હોવા છતાં આયકર વિભાગથી લઈ પોલીસ સુધીના વિભાગો મૂંગા મોઢે તમાશો નિહાળ્યા કરે છે આ સંજોગોમાં હળવદમાં નવ લાખનું પેમેન્ટ ગેરવલ્લે જતા હવે પોલીસ કેવા પગલાં ભારે છે તે જોવું રહ્યું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en