માળીયા નજીક ટ્રેલર હડફેટે બાળકનું મોત

- text


 

મોરબી : માળિયાના નવલખી પાસે જુમાવાડી વિસ્તારમાં રોડ કોર્સ કરતા એક બાળકનું ટ્રેલર હડફેટે મોત નીપજ્યું હતું.માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર માળિયાના નવલખી પાસે આવેલા જુમવાડી વિસ્તારમાં રહેતા રસુલભાઈ અબ્દુલભાઇ ટાંકનો 12 વર્ષનો પુત્ર સોહિલ ગઈકાલે સાંજના સમયે તેના વિસ્તારમાં રોડક્રોસ કરી રહ્યો હતો.તે સમયે પુરપાટ ઝડપે આવતા આર.જે.14 જી.એચ 9856 નંબરના ટ્રેલરના ચાલકે રોડક્રોસ કરતા બાળકને ઠોકરે ચડાવતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.બાદમાં આ બનાવ અંગે મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text