હળવદના મિયાણી ગામે શિક્ષક પુત્ર સાથે ગુમ

હળવદ : હળવદના મીયાણી ગામે રહેતા શિક્ષક તેના પુત્ર સાથે છ મહિના પહેલા ગુમ થઈ ગયા બાદ તેમની ભાળ ન મળતા શિક્ષકના પત્નીએ હળવદ પોલીસમાં પતિ અને પુત્રની ગુમસુદા નોધાવી છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતા જયંતિભાઈ વસ્તાભાઈ જીતીયા ગત તા.28 જૂન 2018ના રોજ પોતાના ઘરેથી પુત્ર ઓમ સાથે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા.ત્યાર બાદ સમયસર પરત ન ફરતા તેના પરિવાર જનોએ શોધખોળ કરી હતી અને અત્યાર સુધી તેમના પરિવારજનોએ પોતાની મેળે શોધખોળ કરવા છતાં આજદિન સુધી પિતાપુત્રનો પતો ન લાગતા અંતે તેમના પત્ની મીનાબેનએ પતિ અને પુત્રની ગુમસુદા નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en