ટંકારા : જૂથ અથડામણ પ્રકરણમાં મૃતકની લાશ સ્વીકારવાના ઇન્કાર બાદ મામલો થાળે પડ્યો

- text


પોલીસે મૃતકની પરિવારની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા લાશ સ્વીકારી લેવાય : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દફનવિધિ કરાઈ

ટંકારા :જુથ અથડામણમા ઇજા પામેલા વૃદ્ધનું મોત નિપજ્યા બાદ તેમના મૃતદેહને ટંકારા ખાતે લવાયો હતો.જોકે તેમના પરીવાર જનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા વાતાવરણ તંગ થઈ ગયું હતું.બાદમાં પોલીસની સમજાવટથી મૃતદેહને સ્વીકારી લેવાતા હાલના તબબકે મામલો થાળે પડ્યો હતો.

ટંકારામાં જુથ અથડામણમાં ગંભીર રીતે ધવાયેલા સુલેમાન સંધીએ રાજકોટ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. પી એમ પછી તેમના મૃતદેહને માદરે વતન લાવ્યા બાદ પરીવાર અને સમાજના લોકો એકઠા થઈને મુતક ને દફનવિધી નો ઈન્કાર કરતા થોડીવાર માટે મામલો ગરમાયો હતો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.જો કે તેમના પરીવારજનોએ પોલીસ સમક્ષ માંગણી કરી હતી કે આ ગુનામાં આરોપી વિરૂદ્ધ 120 ની કલમનો ઉમેરો કરવા અને હજુ અમારા જાન નો જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો હતો પરંતુ પરીવાર ને વિશ્ર્વાસ મા રાખી પોલીસે દફનવિધી કરવા માટે તૈયાર કરતા હાલ મામલો થાળે પાડયો છે અને દફનવિધિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડી.વાય એસ પી, પી.આઇ અને પી.એસ આઈ સહિતનો પોલીસ કાફલાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

- text

- text