ટંકારા: જૂથ અથડામણમાં ઘાયલ વૃદ્ધનું મોત : બનાવ હત્યામાં પલટાયો

સાંજે મૃતકની અંતિમયાત્રા નીકળવાની હોવાથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત ખડકી દીધો

ટંકારા: ટંકારમાં થોડા દિવસો પહેલા થયેલી જૂથ અથડામણમાં ઘાયલ થયેલ વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.જુથ અથડામણમાં સમા સુલેમાન મુસાભાઈ ઉ. વ ૭૫નુ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આજે સાંજે મૃતકનો જનાઝો નિકળનાર હોય પોલીસે બંદોબસ્ત વધાર્યો છે.

ટંકારામાં નિકટના બે પરીવાર વચ્ચે થયેલ જુથ અથડામણ ખુનમા ફેરવાઈ ગઇ છે. જેમા મળતી વિગતો મુજબ ટંકારાના સુલેમાન મુસાભાઈ ઉ. વ ૭૫ને ગંભીર રીતે ધાયલ થયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ જ્યા સારવાર દરમિયાન મોત થયાનુ જાણવા મળ્યું છે.

આ ધટનાને પગલે પોલીસે બંદોબસ્ત પણ વધારી દીધો છે અને બપોર બાદ જનાઝો નિકળશે. હજુ આ બનાવમાં હનિફ અલાણા, પુર્વ સરપંચ ઈભુભાઈ અબ્રાણી સહીતના શખ્સો સારવાર અર્થે હોસ્પિટલમાં છે. જોકે તેઓની તબીયત સુધારા ઉપર હોવાનું જાણવા મળે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en