ટંકારા :પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ફોર્મમાં વધુ ચાર્જ લેવાતા ખેડૂતો લાલઘૂમ

ટંકારા : હડમતિયામાં હાલ ઈ-ગ્રામ પંચાયત હેઠળ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ફોર્મ ભરવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે ત્યારે હડમતિયા ગ્રામપંચાયતના ઈ-ગ્રામના પાસવર્ડ હેઠળ પ્રાઈવેટ જગ્યામાં બેસી ૭/૧૨/૮ અ ના પ્રિન્ટ કાઢીને ૩૦ રુપીયા ચાર્જ વસુલતા ગામના ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

આ અંગે ગામના જાગૃત નાગરીક, પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા હડમતિયા ગ્રામપંચાયત પાસે મહેસુલ વિભાગના પરિપત્રની નકલ માગતા અને ટંકારા અે ટી ડી.અો. ગૌતમ ભીમાણી સાથે ટેલિફોનીક વાત કરતા ૭/૧૨/૮ અ નો ઈ-ગ્રામ તળે શું ચાર્જ લેવવામા આવે છે તેની સંપુર્ણ માહિતી મળી હતી અને તત્કાલિન અસરથી તલાટી મંત્રીને ૭/૧૨/૮ અ ના ૧૫ રુપીયા જ લેવા જણાવ્યું હતું છતા ૨૦૧૩ ના પરિપત્રને આધિન ૧૫ રુપીયાના બદલે ૩૦ કેમ લીધા તે ચર્ચાનો વિષય બનીને જ રહી ગયો છે.અને જે ૩૦ રુપીયામા ખેડુત ખાતેદારો ૭/૧૨/૮ અ કઢાવીને લઈ ગયા તેમનું શું….? તેવી ખેડુત ખાતેદારોમા ચર્ચા થઈ રહી છે. જો આ જાગૃત નાગરીકે આ બાબતને ગંભીરતાથી ન લીધી હોત તો ખેડુત ખાતેદારોના બેંક ખાતામા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની રકમ આવતા આવશે પરંતું તે પહેલા ખેડુત ખાતેદારોને ખોટો ખર્ચ ભોગવવો પડ્યો હોત.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en