મોરબીમાં વૃદ્ધોને સિનિયર સીટીઝનનું પ્રમાણપત્ર મેળવવામાં હાલાકી

પ્રમાણપત્ર મેળવવામાં પડતી તકલીફો દૂર કરવા વરિષ્ઠ નાગરિક મંડળની કલેકટરને રજુઆત

મોરબી : મોરબીમાં સિનિયર સીટીઝનના પ્રમાણપત્ર મેળવવામાં મુશેકલી પડતી હોવાની ફરિયાદ સાથે વરિષ્ઠ નાગરિક મંડળે કલેકટર અને મહેસુલ મંત્રીને રજુઆત કરીને મામલતદાર કચેરીએ સિનિયર સીટીઝનના પ્રમાણપત્ર મેળવવામાં પડતી હાલાકી દૂર કરવાની માંગ કરી છે.

મોરબી વરિષ્ઠ નાગરિક મંડળે રાજ્યના મહેસુલ મંત્રી અને કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાં સિનિયર સીટીઝન કાઉન્સિલ ચાલે છે. તેમાંથી એક સભ્ય પ્રમાણપત્ર મેળવવા મોરબી મામલતદાર કચેરીએ ગયા હતા.સરકારે જન્મના આધાર માટે નક્કી કરેલા પાનકાર્ડ, આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ જન્મની તારીખ સાથે રજૂ કર્યા હતા. કચેરીમાંથી ફરજીયાત ઉંમર વર્ષના પુરાવા માટે લીવીંગ સર્ટી, જન્મનો દાખલો અને સિવિલ સર્જનનો દાખલોમાંથી કોઈપણ એક વસ્તુ માંગી હતી. ઘણા બધા કિસ્સામાં જન્મના દાખલા ન હોય અને સિવિલ સર્જનની ઈચ્છા હોય તો જ દાખલો કાઢી દે તો સિનિયર સિનિઝન પ્રમાણપત્રથી વંચિત રહી જાય તેમ છે.તેથી વૃદ્ધને તકલીફ ન પડે તે માટે સરકારના માન્ય આધાર પુરાવાને માન્ય રાખીને અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે જે લોકોને સિનિયર સીટીઝનના પ્રમાણપત્ર આપવામાં આવે છે.તે પ્રમાણપત્રનો ફક્ત રેલવે સહિતની મુસાફરીમાં રાહત માટે જ ઉપયોગમાં લેવાય છે અને બીજો કોઈ ઉપયોગ થતો નથી.તેથી સિનિયર સિટીઝનોને આ પ્રમાણપત્ર મેળવવામાં હાલાકી ન પડે તે માટે મોરબીની મામલતદાર કચેરીને યોગ્ય સૂચના આપવાનું રજુઆતમાં જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en