મોરબીના લાલપર ગામ પાસે રીક્ષા પલ્ટી મારી ગઈ

ટ્રેક્ટરે ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો : સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબીના લાલપર ગામ નજીક નેશનલ હાઇવે પેસેન્જર સીએનજી રીક્ષા પલ્ટી ગઈ હતી.ટેક્ટરે ઓવરટોક કરતા આ અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માતમાં સદનસીબે જાનહાની થઈ ન હતી.

આ અકસ્માતની મળતી વિગતો અનુસાર મોરબીના લાલપર ગામ નજીક નેશનલ હાઇવે આજે એક સીએનજી પેસેન્જર રીક્ષા પસાર થઈ રહી હતી.પરંતુ પાછળથી આવી રહેલા ટ્રેકટર ચાલકે આ રીક્ષાને ઓવરટેક કરતા રિક્ષાચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.રીક્ષામાં આશરે ત્રણ જેટલા મુસાફરો બેઠા હતા પરંતુ સદભાગ્યે કોઈને ઇજા થઇ નથી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en