ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી તરીકે પ્રફુલ્લાબેન સોનીની નિમણુંક

મોરબી: અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સુસ્મિતાબેન ના આદેશ પ્રમાણે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબેન વાઘેલા દ્વારા પ્રફુલ્લાબેન સોનીની નિમણુંક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી તરીકે કરવામાં આવી છે આ નિમણુંક થવા બદલ પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણીઓ, તેમના શુભ ચિંતકો, મિત્રો તરફથી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેઓ પક્ષના સંગઠનની જવાબદારી પક્ષને વફાદાર રહીને નિભાવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en