મોરબીમાં મસી નામની જીવાતનો ઉપદ્રવ : લોકો પરેશાન

- text


શહેરમાં ચોતરફ ઉડાઉડ કરતી ઝીણી જીવાત નાક કે મોમાં ઘુસી જતી હોવાથી વાહન ચાલકો હેરાન

મોરબી : મોરબી શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસોથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે.શહેરમાં ચારેકોર ઉડાઉડ કરતી મસી નામની ઝીણી જીવાતો આંખ મો કે કાનમાં ઘુસી જતી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.ઓચિંતા આ જીવાતોના આક્રમણથી જનજીવન પ્રભાવિત થયું છે.

મોરબીમાં ઓચિંતા જ મસી નામની જીવાતોનું આક્રમણ થયું છે.છેલ્લા બે ત્રણ દિવસથી આ મસી નામની જીવાતે ભારે ઉત્પાત મચાવ્યો છે.આખા શહેરના જાણે બાનમાં લીધું હોય તેમ મસી નામની જીવાત ચારેકોર ઉડી રહી છે. આ ઝીણી જીવાત આખો કે મો અને નાકમાં ઘુસી જાય છે.અને લોકોને કપડામાં પણ ચુંબકની જેમ ચોંટી જાય છે. આ જીવાતોના ઉપદ્રવથી બચવા લોકોના બહાર રૂમાલ બાંધીને જ નીકળવું પડે તેવી સ્થિતિ છે.મોટાભાગે લોકો નિત્યક્રમ પ્રમાણે જ મોઢે રૂમાલ બાંધ્યા વગર જ નીકળતા હોવાથી આ ઝીણી જીવાત આંખ મો કે કાનમાં ઘુસી જતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.જોકે હમણાંથી ઠંડીમાં સરેરાશ ધટાડો થયો છે. ત્યારે બે ત્રણ દિવસથી મસી નામની જીવાતે આંતક મચાવ્યો છે.જ્યારે એક તારણ એવું છે કે, ખેતરોમાં અરેડાનું વાવેતર થયું હોય ગત વર્ષે માસ મહિનામાં ઠંડીના અંતિમ ચરણમાં મસીનો ઉપદ્રવ વધે છે.જોકે આ જીવાતોથી લોકોનું આરોગ્ય જોખમાય શકે તેવી ભીતિ રહેલી છે. અને જીવતોના આક્રમણથી શહેરનું જનજીવન ખાસ પ્રભાવિત થયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text