મોરબી: ‘મેરા પરિવાર ભાજપ પરિવાર” કાર્યક્રમ દ્વારા બીજેપીએ ચૂંટણી પ્રચાર માટે કર્યો નગારે ઘા

મોરબી : લોકસભાની ચૂંટણીની જાહેરાતને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજે મંગળવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા અમદાવાદમાં તેમના નિવસ્થાનેથી “મેરા પરિવાર ભાજપ પરિવાર” કાર્યક્રમ અંતર્ગત પાર્ટીનો ધ્વજ ફરકાવીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા.

પુરા દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા “મેરા પરિવાર ભાજપ પરિવાર” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજે મોરબી તાલુકા ભાજપ દ્વારા સાંસદ મોહનભાઈ કુંડરિયાના કાર્યાલય પર ધ્વજ લહેરાવીને મોરબીમાં પણ પ્રચાર પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્ણાવતી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે પણ “મેરા પરિવાર ભાજપ પરિવાર” કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે જેમાં પાર્ટીના દરેક કાર્યકર્તાઓ તેમજ ભાજપ સમર્થકોએ પોતાના ધરે પાર્ટીનો ધ્વજ લગાવીને “મેરા પરિવાર ભાજપ પરિવારની” ટેગ લાઈન હેઠળ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે ત્યારે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાની આગેવાની હેઠળ તાલુકા ભાજપની ટીમ દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાના કાર્યાલય પરથી “મેરા પરિવાર ભાજપ પરિવાર” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનને મોરબી તાલુકાના દરેક ધર સુધી પહોચાડવામાં આવશે તેમ મોરબી તાલુકા ભાજપ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en