હળવદ નજીક હિટ એન્ડ રન : મહિલાનુ મોત

હળવદ : હળવદ નજીલ શિરોઇ ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા કારચાલકે મહિલાને હડફેટે લેતા તેનું મોત નીપજ્યુ છે. આ મામલે પોલીસે નાશી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના શિરોઇ ગામ પાસે દિવાની ફાર્મ નજીક રોડ પર પગપાળા જતા બાબુભાઇ ગગજીભાઈ વાઘેલા અને ઝબૂબેનને આઈ ટવેન્ટી કારે હડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર લઈને નાશી છૂટ્યો હતો. આ અકસ્માતમાં ઝબૂબેનને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું.

આ મામલે બાબુભાઈએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en