મોરબીમાં ૧૬ અને ૧૭મીએ વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ

મોરબી : મોરબીની ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે આગામી તા. ૧૬ અને ૧૭ના રોજ કેન્સર નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત વિક્રમભાઈ સંધવી સેવા આપશે.

નવા ડેલા રોડ ઉપર આવેલી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા પરિવાર આયોજિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી -૩ ખાતે તા. ૧૬ને શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યે તથા તા.૧૬ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યે કેન્સરના દર્દીઓ માટે દાતા માલિનીબેન અશોકભાઈના સહયોગથી વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સર નિષ્ણાત ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓનું નિદાન તથા યોગ્ય તપાસ કરશે.આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડો. ધીમંતભાઈ દવેનો અગાઉથી સંપર્ક સાધવાનો રહેશે. દર્દીઓએ પોતાના કેશ પેપર્સ સાથે લઈ આવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇની યાદીમાં જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en