મોરબી નજીક કેનાલમાં ડૂબેલા યુવાનની ચાર દિવસ બાદ લાશ મળી

- text


ચાર દિવસ પહેલા નહાવા પડ્યા બાદ ડૂબી ગયો હતો

મોરબી : મોરબીના ઉંચી માંડલ અને આદરણા ગામ વચ્ચે નીકળતી નર્મદાની કેનાલમાં ચાર દિવસ પહેલા યુવાન નહાવા પડ્યા બાદ ડૂબી ગયો હતો અને ફાયરબીગ્રેડ વિભાગે શોધખોળ કરતા આજે ચોથા દિવસે કેનામાંથી યુવાનની લાશ મળી આવી હતી

આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ લેવેન્જા સીરામીક કારખાનામાં રહીને મજુરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની એલેમ ક્લિચંદ માલવી ઉ.વ.22 નામનો યુવાન ચાર દિવસ પહેલા ઉંચી માંડલ અને આદરણા ગામ પાસેથી નીકળતી નર્મદાની કેનાલમાં નહાવા પડ્યો હતો અને કેનાલના પ્રવાહમાં તે તણાઈ ગયો હતો.જોકે કેનાલમાં ઉપરથી સતત પાણીનો પ્રવાહ વહેતો હોવાથી યુવાની શોધખોળમાં ભારે વિલંબ થયો હતો.દરમ્યાન પાણીનું લેવલ ઘટતા મોરબી ફાયર વિભાગના વિનયભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ સહિતના સ્ટાફે આજે કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને ઉંચી માંડલ પાસે કેનાલમાંથી યુવાનની લાશ મળી આવી હતી.પોલીસે લાશનો કબ્જો મેળવીને પીએમ અર્થે ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text