વાંકાનેર: ગરીબ બાળકોને ભોજન કરાવી માતાની પુણ્યતિથિ ઉજવી

વાંકાનેર: મરણ પ્રસંગે ઘણા લોકો દેખાડો કરે છે. બારમાં તેરમાની વિધિએ સગા સંબંધીઓને નોતરું આપીને મૃત્યુનો જાણે મહોત્સવ મનાવે છે. આવા આપ્તજનોની મૃત્યુતિથી સમયે અખબારોમાં મસમોટી જાહેર શ્રદ્ધાંજલિ આપે છે. જેનાથી લોકોમાં પોતાના મૃતક સ્વજન પ્રત્યે તેને કેટલો પ્રેમ, લાગણી, માયા, મમતા હતી તે દર્શાવી શકાય. અલબત્ત ઘણા લોકો આવા દેખાડામાં પડવાને બદલે સાચા અર્થમાં મૃતક સ્વજનને શ્રદ્ધાંજલિ આપવાના મતના હોય છે.વાંકાનેરમાં એક યુવકે પોતાના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિત્તે ગરીબ બાળકોને ભરપેટ ભોજન કરાવીને માતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

તારીખ ૧૦ ફેબ્રુઆરી ને રવિવારના રોજ સમીરભાઇ સંઘવીના માતૃશ્રી સ્વ. લીલાવંતીબેન શાંતિલાલ સંઘવીની પુણ્યતિથિ હતી. આ નિમિત્તે અરિહંત જીવદયા ગ્રુપના સહકારથી વાંકાનેરની ઝુંપડપટ્ટી વિસ્તારના અંદાજે ૧૧૦ બાળકોને ઈડલી અને સાંભાર જમાડયા બાદમાં બાળકોને ભેટ પણ આપવામાં આવી. આ ભેટ વિતરણ સમીરભાઇ સંઘવી અને રાહુલભાઈ જોબનપુત્રા દ્વારા કરવામાં આવ્યુ હતું.
સમીરભાઈ સંઘવી દ્વારા તેઓ પક્ષીપ્રેમી હોવાને નાતે આખા વર્ષ દરમિયાન પક્ષીઓને નિયમિત પણે ચણ પણ નાખવામાં આવે છે. તેઓ દ્વારા ચકલીઓના માળાનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવે છે.
સમીરભાઈ દ્વારા માતાની પુણ્યતિથિ નિમિતે કરવામાં આવેલ આ પ્રયાસને અનુસરીને સમાજનો દરેક વર્ગ જૂની રૂઢિ અને રીત રિવાજોમાંથી બહાર આવી સમયની સાથે જો ચાલવા લાગે તો સાચા અર્થમાં સ્વર્ગીય પ્રિય સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en