ટંકારા: વિરપરમાં ડો. બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીનું ઉદ્દઘાટન થયું

લાયબ્રેરીના ઉદ્દઘાટનમાં અમેરિકાથી મહેમાનો ઉપસ્થિત રહ્યા

ટંકારા:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામે સરકારી શાળામાં ભણતા ધોરણ ૧ થી ૮ના વિદ્યાથીઓ માટે ફ્રી કોચિંગ માટે ‘રાજરતન આંબેડકર પૂરક શાળા’ અને જાહેર જનતા માટે ‘ડો. બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીનો’ ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ટી.ડી.પટેલ, એમ.જી.મકવાણા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવો આગેવાનોનું સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં અમેરિકાથી આવેલ બિઝનેસમેન યોગેશ પટેલે ઉપસ્થિત રહી તમામ લોકોને આ લાયબ્રેરીનો વધુ માં વધુ લાભ લેવા તેના પ્રવચનમાં અનુરોધ કર્યો હતો.

આ તકે જિલ્લા પંચાયત ચેરમેન પિન્કુબેન રાજેશભાઇ ચૌહાણ, મહેશભાઇ લાધવા, મંજુલાબેન ચાવડા, નયનાબેન સારેસા, પી.ટી.પંડ્યા, કે.કે.ચાવડા, નિનીતનભાઇ સી.ગુર્જર, બાબુભાઇ પરમાર, નાગજીભાઇ ચૌહાણ, બાબુભાઇ સારેસા, બળંવતભાઇ ડી.ચાવડા, ડો.દર્શન કે.દરજી સહિતના મહાનુભાવો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en