સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે મોરબીમાં ખુલી કર્ણાટકા બેંકની સ્પેશિયલ બ્રાન્ચ

- text


મોરબીમાં કર્ણાટકા બેન્કની ૮૩૭મી બ્રાન્ચનો શુભારંભ : ટૂંક સમયમાં રાજ્યમા રિજીઓનલ : જનરલ મેનેજર મુરલીધરન ક્રિષ્ના રાવ

મોરબી : બેન્કિંગક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી કર્ણાટકા બેન્ક દ્વારા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે સ્પેશિયલ બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકો સાથે બિઝનેશ નહિ પરંતુ પારિવારિક ભાવના સાથે કામ કરવાની ખાસિયત ધરવવાને કારણે મોરબીમાં કર્ણાટકા બેંકની ૮૩૭મી બ્રાન્ચનો પ્રારંભ થતા ગ્રાહકોમાં ખુશીની લાગણી છવાઈ છે. બ્રાન્ચની મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી. લાલપર રોડ ખાતેની આ બ્રાન્ચમાં ગ્રાહકોની સરળતા માટે મીની ઇ-લોબી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મોરબીના લાલપર રોડ ખાતે આવેલા ઈશાન સીરામીક ઝોન શોપ નં. જી-૫, ૬ અને ૭મા કર્ણાટકા બેંકની ૮૩૭મી બ્રાન્ચનો શુભારંભ થયો છે. બ્રાન્ચના ઉદ્દઘાટન પ્રસંગે બોસ ગ્રૂપના ડિરેક્ટર વેલજીભાઈ કે.પટેલ, રામકો ગ્રૂપના ડિરેકટર ભગવાનજીભાઈ કુંડારીયા અને બેંકના જનરલ મેનેજર મુરલીધર ક્રિષ્ના રાવ, બેંકના બ્રાન્ચ મેનેજર દિપકકુમાર ઝા અને ડેપ્યુટી જનરલ મેનેજર સથીશા શેટ્ટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દઘાટનન પ્રસંગે બેન્ક મેનેજર મુરલીધર ક્રિષ્ના રાવે જણાવ્યું હતું કે કર્ણાટકા બેન્ક શેડ્યુલ કોમર્શિયલ બેન્ક છે. શરૂઆતમાં બેંકનું કાર્યક્ષેત્ર માત્ર કર્ણાટક સુધી જ મર્યાદિત હતું. પરંતુ આજે બેંક ૨૨ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોતાની બ્રાન્ચ ધરાવે છે. છેલ્લા ૨૦ વર્ષમાં કર્ણાટકા બેન્ક ખૂબ વિસ્તરણ પામી છે અને આજે ગ્રાહકો સાથેના અતૂટ સંબંધોને કારણે કર્ણાટકા બેન્ક કોમનમેનથી લઈ ઉદ્યોગપતિઓમાં ભારે લોકચાહના મેળવી શકી છે.

વધુમાં તેઓએ કહ્યું કે કર્ણાટકા બેંકની પોલિસી મુજબ દર વર્ષે અંદાજીત ૨૫ થી ૫૦ સુધીની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી રહી છે. મુંબઈમાં હાલ જે રિજનલ ઓફીસ છે. તેની હેઠળ જ ગુજરાતમાં આવેલી ૧૧ બ્રાન્ચનું સંચાલન થાય છે. આમ મુંબઇની રિજનલ ઓફીસ દ્વારા ગુજરાતની અને મહારાષ્ટ્રની બ્રાન્ચ મળીને કુલ ૬૮ બ્રાન્ચનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

- text

તેઓએ ઉમેર્યું કે ગુજરાતમાં કર્ણાટકા બેંકની હાલ ૧૧ જેટલી બ્રાન્ચ છે. ત્યારે ગુજરાતમાં જ તેઓ રિજનલ ઓફીસ બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ રિજનલ ઓફીસ બન્યા બાદ ગુજરાતમાં કર્ણાટકા બેંકની અનેક નવી બ્રાન્ચ ખુલશે. મુરલીધરન ક્રિષ્ના રાવે વધુમાં ઉમેર્યું કે બેંકના મેનેજમેન્ટ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં માલુમ પડ્યું કે મોરબી સીરામીક અને સેનેટરી ક્ષેત્રમાં ખૂબ આગળ છે. જેથી મોરબીમાં કર્ણાટકા બેન્ક માટે ભરપૂર સ્કોપ હોવાનું ફલિત થતા અહીં ૮૩૭મી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે.

મુરલીધરન ક્રિષ્ના રાવે કર્ણાટકા બેંકની સુવિધાઓ વિશે જણાવ્યું હતુ કે કર્ણાટકા બેંકની સુવિધાઓ અન્ય બેંક જેવી જ છે. પરંતુ અહીં ગ્રાહકોને પરિવારની જેમ લાગણીથી સાચવવામાં આવે છે. ગ્રાહકના સંતોષને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. જે ગ્રાહક એક વખત બેંકની મુલાકાત લેશે તે આપમેળે બેંકની ખાસિયતોથી વાકેફ થઈ જશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text