મોરબીના મહિલા પોલીસ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધામાં પ્રથમ

રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યા બાદ વધુ એક સિદ્ધિ હાંસલ કરી ભૂમિબેન ભુતે મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબીના મહિલા પોલીસ ભૂમિબેન ભુતે ગિરનાર આરોહણ-અવરોહણની રાજયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંક હાંસલ કરીને મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ તેઓને ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

જુનાગઢ ખાતે ૧રમી ઓલ ઇન્ડીયા ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના ૧૨ રાજયોની બહેનોએ ભાગ લીધો હતો. સીનીયર બહેનોના વિભાગમાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક ભૂમિબેન દુર્લભજીભાઇ ભૂત ગત તા. ૧૨ જાન્યુઆરીના રોજ આયોજિત રાજય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવેલ હતા અને નેશનલ કક્ષાની સ્પર્ધામાં આવ્યા હોવાથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે સીલેકટ થયેલ હતા.

રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં તેઓએ ૩૯: ૦૭ મીનીટમાં તેઓએ ગિરનારનું આરોહણ અને અવરોહણ કરી પ્રથમ નંબર મેળવી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ મહિલા પોલીસ ભૂમિબેન ભૂત પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થઈ રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en