મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું ગૌરવ

- text


મોરબી: મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હેઠળ ચાલતી નવયુગ સાયન્સ સ્કૂલમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા લેવાયેલી સ્ક્રીનીંગ ટેસ્ટમાં શાળાનો વિદ્યાર્થી ભીમાણી સ્મિત પ્રભુલાલભાઈ સિલેક્ટ થયો છે અને મોરબીની તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે જી. જે. કોમર્સ કોલેજ દ્વારા આયોજિત “ઈંગ્લીશ વોકેબ્યુલરી કોમ્પિટિશન”માં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની પાડલીયા હેમાલીએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તે બદલ બંનેને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા તથા સમગ્ર નવયુગ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા લેવાયેલી ટેસ્ટમાં ગુજરાતના 152 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે અને આ વિદ્યાર્થીઓમાં સ્મિતે 22મોં ક્રમાંક મેળવીને પોતાના તથા નવયુગ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text