મોરબીમા રહેણાંક મકાનમાથી ૧૮ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

 

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી બી ડિવિઝન પોલીસે ૧૮ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં ચાર ગોદામ પાસેના રહેણાંક મકાનમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. ૫૪૦૦ની કિંમતના ૧૮ બોટલ વિદેશી દારૂ સાથે અયુબ ઉર્ફે ઇમરાન યુસુફભાઈ મકરાણી ઉ.વ. ૩૦ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.