મોરબી: અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત પુરાણ કથાનું આયોજન

મોરબી: અગ્નેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ 26ને મંગળવારથી ભાગવત પુરાણ કથાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સાત દિવસીય આયોજનમાં કથા ઉપરાંત વિવિધ માંગલિક પ્રસંગોની ઉજવણી થશે.

આ કથાના મુખ્ય વક્તા મોરબી-2ના રામધન આશ્રમના બાળ વિદુષી રતનબેન અને ગુરુ ભાવેશ્વરી માતાજી છે. સાત દિવસ ચાલનારી આ કથામાં ભરતભાઈ ભાવસારના ઘરેથી (મેલડીમાના મંદિરની બાજુમાં) પોથીયાત્રા, પરીક્ષિત રાજાનો જન્મ, ભગવાનના અવતારો, નંદ મહોત્સવ, રુક્મણિ વિવાહ, સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. કથાનો સમય બપોરે 2 થી 6નો રહેશે. કથાની પુર્ણાહુતી તારીખ 4ને સોમવારે થશે. તે દિવસે મહાશિવરાત્રી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે કથાનો સમય સવારે 8 થી 11:30નો રહેશે. આ કથાનો તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે સર્વ જનતાને અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en