મોરબી: રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મેળવતું મોરબી બાળ રોગ એસોસિએશન

મોરબી: આધુનિક સમયમા આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ શોધખોળો થઈ રહી છે તેમજ આર્થિક વિકાસની હરણફાળ સાથે રોગોનુ પ્રમાણ વધ્યુ છે ત્યારે તંદુરસ્ત સમાજના નિર્માણ અર્થે તબિબો વિવિધ રોગોની સારવાર માટે સેવા આપી રહ્યા છે. ઔદ્યૌગીક નગરી મોરબીમા પ્રદુષણે માજા મુકી છે ત્યારે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. પ્રવર્તમાન સમયમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે વિવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે મોરબી એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સ, બાળ આરોગ્ય તેમજ સ્વાસ્થ્ય વિષયક જનજાગૃતિ સંદર્ભે સવિશેષ કામગીરી કરી રહ્યુ છે. સાથે રસીકરણ તેમજ અત્યાધુનિક સારવાર દ્વારા બાળકોને તંદુરસ્તી પ્રદાન કરી રહ્યુ છે. તેમની આ કામગીરી બદલ તાજેતરમા રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત ઈન્ડીયન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા મોરબી એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સને સમગ્ર દેશની સેકન્ડ બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે.

આ અંગે મોરબી એ.ઓ.પી. પ્રેસિડન્ટ ડો. દીનેશ પટેલ, સેક્રેટરી ડો. મનિષ સનારીયા, ટ્રેઝરર ડો. સંદીપ મોરીએ જણાવ્યુ હતુ કે સમગ્ર મોરબીના ગૌરવ સમો આ એવોર્ડ મોરબીના તમામ બાળરોગ નિષ્ણાંત તબિબોની કર્તવ્યનિષ્ઠા તેમજ ઉત્કૃષ્ઠ સારવારનું પ્રમાણ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en