મોરબી: સેવા પરમો ધર્મ ઉક્તિ ને સાકાર કરતી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ

- text


ગરીબ પરિવારના બાળકને નિઃશુલ્ક સારવાર આપી નવજીવન આપ્યું

મોરબી: હાલના સમયમાં મેડિકલ સારવાર ખૂબ મોંઘી થઈ રહી છે જ્યારે સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે તેવા સંજોગોમાં ખાનગી હોસ્પિટલોની તુલનામાં સરકારી હોસ્પિટલોમાં હજુ પણ અમુક ગંભીર બીમારીઓની સારવાર ઉપલબ્ધ નથી. આર્થિક રીતે સાવ નબળા પરિવારમાં અચાનક કોઈ ગંભીર બીમારી આવી જાય ત્યારે કાં તો દર્દીને ભગવાન ભરોસે મુકવા અથવા માથે દેણું કરીને સારવાર કરાવવા સિવાય ત્રીજો કોઈ વિકલ્પ બચતો નથી. આવા સમયે મોરબીમાં રહીને ડ્રાયવરની નોકરી કરતા એમ.પી.ના એક પરિવારના સાત વરસની ઉંમરના બાળકને લાગુ પડેલી લીવરની ગંભીર બીમારી માંથી મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે બચાવી લેતા બાળકના પરિવારની આંખોમાંથી હરખ રૂપી કૃતજ્ઞતાના આંસુ વહી રહ્યા હતા.

સેવાની સરવાણી વહાવતા આ કિસ્સાની વધુ વિગત જોઈએ તો, મધ્યપ્રદેશથી પેટિયું રળી ખાવા આવેલા મોહનભાઇ મેડા નામના ડ્રાયવરના સાત વરસની ઉંમરના પુત્ર રઘુને કમળાની બીમારી સબબ તા.૩ ફેબ્રુઆરીના રોજ મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હિસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ સમયે રઘુ બેશુદ્ધ હાલતમાં હતો.હૃદયના ધબકારા ધીમા પડી ગયા હતા. તેમજ શરીર પણ ઠંડુ થઈ રહ્યું હતું.

- text

પરિસ્થિતિની ગંભીરતા જાણી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડૉ. શરદ રૈયાણીએ તુરંત સારવાર શરૂ કરી. રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે બાળકને ગંભીર પ્રકારનો હિપેટાઇટિસ બી કમળો થયો છે અને લીવર ઉપર સોજો આવી ગયો છે.

પરિવારની સાધારણ સ્થિતિથી અવગત થયેલી હોસ્પિટલે ત્વરિત નિર્ણય લીધો કે બાળકનો તમામ ખર્ચ હોસ્પિટલ ઉઠાવશે. ત્યાર બાદ બાળકને સાજો કરવા હોસ્પિટલની ટીમે તેની તમામ તાકાત કામે લગાડી. અને સેવાની સુવાસ પરમાત્મા સુધી પણ પહોંચી હોય એમ આજે બાળક રઘુ ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે. તેમજ હવે તે ભયમુક્ત છે. ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મુકભાવે કરવામાં આવેલા આ સેવા યજ્ઞથી બાળકનો પરિવાર ગદગદ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text