મોરબીમાં દારૂ ઢીંચેલી હાલતમાં ૪ પકડાયા

મોરબી : મોરબીમા દારૂ પીધેલી હાલતમાં ૪ શખ્સોને પકડી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે વાંકાનેરમાં પણ પોલીસે પીધેલી હાલતમાં ફરતા બે શખ્સોને પકડી પાડ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પોલીસે જુના એસટી બસ સ્ટેન્ડ પાસેથી અશ્વિન ધરમશીભાઈ સોનાગ્રા, કાલિકા પ્લોટમાંથી રવિ સવજીભાઈ ખાખરીયા, લાતી પ્લોટમાંથી મુના મોજીરામભાઈ નિમાવત અને કબીર ટેકરી પાસેથી શંકર પરષોત્તમભાઈ કગથરાને દારૂ ઢીંચેલી હાલતમાં પકડી પાડ્યા હતા.

આ સાથે વાંકાનેર પોલીસે પણ દારૂ પીને ફરતા શૈલેષ વાલજીભાઈ શેટાણીયા અને ગણેશ સોલંકીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en