હળવદમાં ૧૫૦૦થી વધુ લોકોને આરોગ્ય વર્ધક ઉકાળાનુ વિતરણ

વાયરસ જન્ય રોગચાળાથી બચવા માટે ઔષધીયુક્ત ઉકાળાનો વધુને વધુ લોકોને લાભ લેવા ડો.વડાવીયાએ અપીલ કરી

હળવદ : હાલના સમયમાં વિવિધ સ્થળે ઋતુજન્ય કેસો આવતા હોય છે ત્યારે રોગ સામે રક્ષણ મળે તથા રોગને ફેલાવતો અટકાવી શકાય તે હેતુસર નિયામક તેમજ આયુષની કચેરીની સુચના અન્વયે જિલ્લા આર્યુવેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ હળવદના સરકારી આર્યુવેદ દવાખાના તેમજ સાપકડા, સુસવાવ, રણમલપુર સહિતના સ્થળે રોગ પ્રતિકારક આર્યુવેદ અમૃતપેય ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં આજે હળવદના સરકારી આર્યુવેદ કેન્દ્ર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૧પ૦૦થી વધુ લોકોએ લાભ લીધો હતો.

વર્તમાન સમયમાં ઋતુજન્ય રોગચાળો તથા સ્વાઈનફલુ જેવા વાયરસ જન્ય રોગચાળાથી બચવા માટે ઉકાળો અકસીર ઔષધી છે ત્યારે હળવદના સરકારી આર્યુવેદ કેન્દ્ર ખાતે ગત તા.રપ/૧/ર૦૧૯થી અમૃતપેય (ઉકાળા)નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેનો દરરોજ ૧પ૦૦થી વધુ લોકો ઉકાળાનો લાભ લે છે. તો સાથો સાથ હળવદ તાલુકાના સુસવાવ, રણમલપુર, સાપકડામાં આવેલ સરકારી આર્યુવેદ દવાખાના ખાતે દરરોજ સવારે ૯થી ૧૧ના સમય દરમિયાન અમૃતપેય (ઉકાળા)નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં લોકો આ અમૃતપેય ઉકાળાનો દરરોજ લાભ લે છે. હળવદના સરકારી આર્યુવેદ દવાખાના ડો. વડાવીયાએ જણાવ્યું હતું કે, અહીં દરરોજ ૧પ૦૦ જેટલા લોકો માટે વહેલી સવારથી જ અમૃતપેય ઉકાળો તૈયાર કરવામાં આવે છે અને જે લોકો બિમાર અને અહીં નથી આવી શકતા તેમને ઘેરઘેર અમૃતપેય ઉકાળો પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે સરકારી આર્યુવેદ દવાખાના ખાતે દરરોજ સવારે ૯થી ૧૧ના સમય દરમિયાન અમૃતપેય ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે ત્યારે હાલ ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ મેળવવા જાહેર જનતાને આ સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાનો લાભ લેવા ડો.વડાવીયાની એક યાદીમાં જણાવાયું છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en