મોરબીમાં કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે ૨૨મીએ ફ્રી રોગ નિદાન કેમ્પ

જાનવી યોગ, આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત તબીબો આપશે સેવા

મોરબી : મોરબીમાં કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળાના લાભાર્થે આગામી તા. ૨૨ના રોજ નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાનવી યોગ, આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે.

કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળાના લાભાર્થે આગામી તા. ૨૨ના રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૭ દરમિયાન રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી ખાતે ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ઈલાજ કરવામાં આવશે. કેમ્પમાં ચામડીના રોગો,સોર્યાસીશ, જૂનું ખરજવું, જૂનું દાદર, સાંધાના દુખાવા, ઢીચણનો દુખાવો , કમરનો દુખાવો ,હાથી પગા, ગેગરિંગ, વેરિકોઝવેન(નસમા સુજન) , નપુંસકતા , અસાધ્ય સ્ત્રી રોગ , વાળની સમસ્યાઓ, CP ચાઈલ્ડ(અવિકસિત બાળક) ,DMD માંસ પેસીઓનો રોગ ,પાતળા પણું ,મોટાપો , કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી, હૃદયની નશોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે. વધુ વિગત માટે કેશવજીભાઈ ઠોરિયા મો.નં. 9712399990 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en