હળવદના માનસર ગામની જાનને માલવણ પાસે નડ્યો અકસ્માત : મહિલાનું મોત, ૧૮ઘવાયા

ખેડાના કંથઈ ગામેથી જાન પરત થઈ રહી હતી ત્યારે સર્જાઈ દુર્ઘટના

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામની જાનૈયાથી ભરેલી આઈસર ટ્રકને માલવણ નજીક અકસ્માત નડતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ૧૮ જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતા વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માનસર ગામે રહેતા નાડોદા રાજપુત યુવાનની જાન ખેડા જિલ્લાના કંથઈ ગામે ગઈ હતી. ત્યારે લગ્ન વિધિ સંપન્ન કરી જાન પરત માનસર આવવા રવાના થઈ હતી. ત્યારે ગત રાત્રીના ૧૧ઃ૩૦ના અરસામાં માલવણ નજીક આગળ જઈ રહેલ ટ્રક પાછળ જાનૈયાથી ભરેલી આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નર્મણાબેન રમેશભાઇ રાઠોડ નામના મહિલાનું મોત નિપજયાનું જાણવા મળ્યું છે.

જયારે ૧૮ જેટલા જાનૈયાઓને નાની – મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે પ્રથમ વિરમગામ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે બીજી તરફ લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી જવા પામી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en