વાંકાનેરમાં વરલીના આંકડા લેતો શખ્સ ઝડપાયો

 

વાંકાનેર : વાંકાનેરમા વરલીના આંકડા લેતા એક શખ્સને સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ પાસેથી પોલીસે રૂ. ૩૩૩૦ની રોકડ રકમ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં વરલીના આંકડા લેતા આદમ ઉષ્માનભાઈ કટિયાને સીટી પોલીસે રૂ. ૩૩૩૦ની રોકડ રકમ સાથે પકડી પાડ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરતા સોયબ આદમભાઈ મતવાનું નામ પણ ખુલ્યું હતું. જેની સામે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.