વાંકાનેર પાસેના વિટ્રીફાઇડ કારખાનામાં મશીન નીચે દબાઈ જતા યુવતીનું મોત

 

વાંકાનેર : વાંકાનેર નજીક વિટ્રીફાઇડ કારખાનામા એક યુવતી મશીન નીચે દબાઈ જતા તેનું મોત નીપજ્યું છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર નજીક સરતાનપર રોડ પર આવેલા કેપરોલ વિટ્રીફાઇડ કારખાનામા કામ કરતા અંજરીબેન કુલસિંગ ભાભર ઉ.વ. ૨૭ મશીન નીચે દબાઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.