ટંકારાના અમરપર ગામે માતા-પુત્ર પર પાડોશી પરિવારનો હુમલો

 

લાકડી અને પથ્થર વડે હુમલો કરનાર ચાર સામે નોંધાતો ગુનો

ટંકારા : ટંકારાના અમરપર ગામે નજીવી બાબતે માતા-પુત્ર પર પાડોશી પરિવારે લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ફરિયાદના આધારે હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના અમરપર ગામે રહેતા ચંપાબેન નાનજીભાઈ મકવાણાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પાડોશમાં રહેતા ઉસ્માન શરીફ સંધી, ફૈજલ ઉસ્માન સંધી, ભુરો ઉસ્માન સંધી અને હનીફા ઉસ્માન સંધીએ તેઓના માનસિક પુત્રના ચારા કરવાના આક્ષેપ સાથે ફરિયાદીના પુત્રને માર માર્યો હતો. જેને છોડાવા જતા ફરિયાદી પર પણ ચારેય શખ્સોએ લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો.

બનાવ સંદર્ભે નોંધાયેલી ફરિયાદના આધારે ટંકારા પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.