મોરબીના ખાનપર ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


એલસીબીએ સાત શખ્સોને રૂ.88500ની રોડક સાથે ઝડપી લીધા

મોરબી : મોરબીના ખાનપર ગામની સીમમાં આવેલા રહેણાક મકાનમાં જુગરધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીએ ત્યાં દરોડો પાડી સાત શખ્સોને જુગાર રમતા રૂ.88,500ની રોકડ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર ટી વ્યાસની જુગારની બદી નાબૂદ કરવાની સૂચના હેઠળ તપાસ ચલાવતા એલસીબી સ્ટાફના સંજયભાઈ મૈયડ અને ચન્દ્રકાંતભાઈ વામજાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ખાનપર ગામે સીમમાં આવેલ રહેણાક મકાનમાં કેટલાક શખસો જુગાર રમે છે.આ બાતમી મળતા જ એલસીબી પોલીસ તે સ્થળે ત્રાટકી હતી અને રહેણાક મકાનમાં જુગાર રમતા વિનોદભાઈ ત્રિભોવનભાઈ ભીમાણી, ચેતનભાઈ ઉર્ફે લાલો મનસુખભાઇ ભીમણી,યોગેશભાઈ કાનજીભાઈ દલસાણીયા, જીતેન્દ્રભાઈ મગનભાઈ વિઠલપરા, અશ્વિનભાઈ ત્રિભોવનભાઈ સનીયારા, રમેશભાઈ ભગવાનજીભાઈ ઝાલરીયા,ધર્મેશભાઈ નારણભાઇ દલસાણીયાને રૂ.88500ની રોકડ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

- text