મોરબી : સરકારી શાળાઓના ૩૦૦ શિક્ષકો કાલે ધરણા પર

- text


પડતર માંગણીને લઈ શિક્ષકો ધારાસભ્ય અને સાંસદને આવેદન આપી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરશે

મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડાણ કર્યા છે.આવતી કાલે સોમવારે પ્રાથમિક શિક્ષકો તાલુકા સેવાસદન ખાતે પ્રતીક ધરણા કરશે તેમજ ધારાસભ્ય અને સાસંદને આવેદન પત્ર આપશે.

મોરબી જિલ્લાના પ્રથમીક શિક્ષકો ઘણા સમયથી તેમના પડતર પ્રશ્ને સરકાર સામે તબક્કાવાર આંદોલન ચલાવી રહ્યા છે.તેમ છતાં સરકારે તેમના પડતર પ્રશ્ને ઉદાસીન વલણ યથાવત રાખતા પ્રાથમિક શિક્ષકોએ ફરી સરકાર સામે બાયો ચડાવી લડતના મંડાણ કર્યા છે.આ અંગે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા અને મહામંત્રી વિરામભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્ને અનેક રજૂઆતો સરકારને કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગાંધીનગરના આદેશ મુજબ મોરબી જિલ્લાના આશરે 300 જેટલા પ્રાથમિક શિક્ષકો મોરબી જિલ્લા પ્રથીમક શિક્ષક સંઘના નેતૃત્વ હેઠળ આવતી કાલે 11 ફ્રેબ્રુઆરીએ મામલતદાર કચેરી-મોરબીની બહાર તાલુકા સેવા સદન લાલબાગ પાસે સવારના 11 વાગ્યે પ્રતીક ધરણા કરશે.

- text

આ ઉપરાંત શિક્ષકો દ્વારા પડતર માંગણી અંગે ધારાસભ્ય અને સાંસદને આવેદન પત્ર આપી સરકારને ઉદાસીન વલણ દૂર કરીને તેમના પડતર પ્રશ્ને યોગ્ય ન્યાય આપે તેવી માંગ કરવામાં આવશે. આમ લોકસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન સમયે જ શિક્ષકોએ લડતના ખાંડા ખખડાવતા સરકારને હવે જાગવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

- text