મોરબીની રોટરી, રીલીફનગર સહિતની સોસાયટીઓનો દસ્તાવેજ પ્રશ્ન ઉકેલાયો

- text


 

પ્રીમિયમ વસુલ્યા વગર જ પ્રાંત અધિકારી વેચાણ મંજૂરી આપશે : સરકારની સૂચના બાદ કલેક્ટરનો આદેશ

મોરબી : મોરબીમાં મચ્છુ જળ હોનારત બાદ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન ઉપર બનેલા રોટરીનગર, રીલીફનગર સહિતની આઠ સોસાયટીનો દસ્તાવેજ પ્રશ્ન ઉકેલાયો છે સરકારની સૂચના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ સોસાયટીના મકાનની વેચાણ મંજૂરીની સતા પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે.

વર્ષ ૧૯૭૯માં મચ્છુ જળ હોનારત બાદ રોટરી નઞર, રીલીફ નઞર અરુણોદયનઞર, ન્યુ રીલીફ નઞર, જનકલ્યાણનઞર, રામકૂષ્ણનઞર, વર્ધમાન અને અનંતનગર સહિતની સોસાયટીઓના ૩૭ વર્ષ જુના દસ્તાવેજ મુદ્દે ગઈકાલે ગ્રાહક સુરક્ષા મંડળના નેજા હેઠળ લડત ચલાવતા સરકારે પ્રીમિયમ વસુલ્યા વગર દસ્તાવેજ અને વેચાણ મંજૂરીને લીલીઝંડી આપી હતી.

- text

દરમિયાન સરકારના આદેશ મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા મોરબીની આઠેય સોસાયટીઓના દસ્તાવેજ અને વેચાણ મંજૂરીની તમામ સતા પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે, આમ મોરબીના સેંકડો લોકોને સ્પર્શતા મહત્વના પ્રશ્ને નિર્ણય લેવાતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

- text