મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજનું બી.એસ.સી. સેમ ૧ નું ઝળહળતું પરિણામ

 

 

અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી નવયુગ સાયન્સ મહિલા કોલેજની ત્રણ તેજસ્વી છાત્રાઓએ મેદાન માર્યું

મોરબી : સૌરાષ્ટ્ર યુની.અને બોડની પરીક્ષામાં હમેશા ટોપ લેવલે રહેતા મોરબીના નામાંકિત નવયુગ શૈક્ષણિક સંકુલે ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે.અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી નવયુગ સાયન્સ કોલેજની ત્રણ છાત્રાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એસ.સી.સેમ.1ની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવીને આ કોલેજનું નામ રોશન કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિસેમ્બર 2019માં બી.એસ.સી.સેમ.1ની લેવાયેલી પરીક્ષાનું પરિણામ જહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી રાજકોટ હાઇવે પર વિરપર નજીક આવેલી નવયુગ મહિલા સાયન્સ કોલેજનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે.આ કોલેજની તેજસ્વી વિધાર્થીની ધરોડીયા સપનાબેન નરેશભાઈએ આ પરીક્ષામાં 83.09 ટકા સાથે પ્રથમ અને જોષી હિતિશાબેન નિલેશભાઈએ 77.45 ટકા સાથે દ્વિતીય તેમજ ભાંડજા દીપાલિબેન નંદલાલભાઈએ 76.71 ટકા સાથે તૃતીય નંબર મેળવીને આ કોલેજનું ગૌરવ વધાર્યું છે. જોકે આ નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં આધુનિક લેબ.ટેક્નિકલ સહિતની અત્યાધુનિક સુવિધાઓ સાથે કોલીફાઇડ શિક્ષકો સહિતનો સ્ટાફ ઉપલબ્ધ છે.કોલેજમાં ભણતી તમામ વિધાર્થીનીઓને થિયરી તથા પ્રેક્ટિકલનું સચોટ અને સર્વોત્તમ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે. આ કોલેજની વિધાર્થીનીઓ સાયન્સ અને ટેકનોલોજીનું ઉચ્ચરતર શિક્ષણ મેળવે તે માટે સમગ્ર નવયુગ શૈક્ષણિક સંકુલના પ્રમુખ પી.ડી.કાજીયા સાહેબ અને તેમનો સમગ્ર સ્ટાફગણ સદાય અગ્રેસર રહે છે.આ કોલેજમાં અપાતા શિક્ષણ થકી ત્રણ વિધાર્થીનીઓએ યુનિની પરીક્ષામાં શાનદાર દેખાવ કર્યો છે. અને આ વિધાર્થીનીઓ વધુ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરે તેવી આ સંસ્થાએ શુભેચ્છાઓ પાઠવી છે.