મોરબીના બિલિયા ગામે જુગાર રમતા છ ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાની બિલિયા ગામે આવેલ સસ્તા અનાજની દુકાન પાસે વડલા નીચે જાહેરમાં રમતા જુગાર પર રેડ કરી હતી.પોલીસે તે સ્થળે જુગાર રમતા હિમતભાઈ બેચરભાઈ પટેલ, રહીમભાઈ તૈયબભાઈ સુમરા,વાસુદેવભાઈ જીવાભાઈ પટેલ, મુસ્તાકભાઈ જુસબભાઈ સુમરા, તારમહમદભાઈ મહમદભાઈ સુમરા,ગણપતભાઈ જીવાભાઈ સાંણદિયાને રોકડા રૂ.29750 સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.