માળિયાના મણાબા ગામે જુગાર રમતા ૪ પકડાયા

 

માળિયા : માળિયાના મણાબા ગામે જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. આ ચારેય શખ્સો પાસેથી પોલીસે રૂ. ૧૬,૪૨૦ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયાના મણાબા ગામની સીમમાં જુગાર રમતા રાજુ વાલાભાઈ અવાડીયા, હબીબ કરીમભાઈ ભટ્ટી, ઇમરાન હસનભાઈ સંઘવાણી અને કાદર હાસમભાઈ સખાયાને પોલીસે રૂ. ૧૬૪૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.