હળવદમા ગાયે ઢીક માર્યા બાદ સારવાર લઈ રહેલા વૃધ્ધાએ દમ તોડ્યો

 

હળવદ : હળવદમા ગાયે ઢીક માર્યા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃધ્ધાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા અંતે વૃધ્ધએ દમ તોડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદમાં જૂની રેલવે કોલોનીમાં શાંતાબેન વિરજીભાઈ રાઠોડ ઉ.વ. ૬૦ને ગત ૨૪ના રોજ ગાયે ઢીક મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જો કે ત્યાં સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવના જરૂરી ડોક્યુમેન્ટ મળતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.