ટંકારા ઓ. આર. ભાલોડીયા કોલેજનું B.Sc. Sem. 1 નું ઝળહળતું પરિણામ

મોરબી: ડિસેમ્બર 2018માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ B. Sc. સેમેસ્ટર 1ની પરીક્ષામાં ટંકારાની ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું પરિણામ 78% આવેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સીટીનું પરિણામ 30.13% આવેલું છે.

સમગ્ર કોલેજમાં સિરજા ધારાબેન દિનેશભાઇએ પ્રથમ ક્રમાંક, ડાકા કિન્નરી ચંદ્રકાન્તભાઈએ દ્વિતીય ક્રમાંક અને નમેરા મિત્યા ભાવેશભાઈએ ટતૃતીય ક્રમાંક મેળવ્યા બદલ તેમને સંસ્થાના મંત્રી ધનજીભાઈ ઝાલરિયા અને પ્રિન્સિપાલ ડો. અતુલભાઈ માકાસણાએ અભિનંદન પાઠવ્યા છે. અત્રે નોંધનીય છે કે ટંકારની ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજ આધુનિક લેબોરેટરીથી સજ્જ કેમ્પસ ધરાવે છે અને વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en