મોરબીના સરકારી વકીલ વી.સી.જાનીના માતૃશ્રી સીતાબેન જાનીનું અવસાન

હળવદ : સીતાબેન ચંદુભાઈ જાની તે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય કારોબારીના સભ્ય સ્વ.ચંદુભાઈના પત્ની અને હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મોરબી જિલ્લાના સરકારી વકીલ તથા બ્રહ્મસમાજ ના પ્રમુખ વિજયભાઈ અને પત્રકાર દિપકભાઈના માતા અને જયમીનભાઈના દાદીનું તા.9 ને શનિવાર અવસાન થયેલ છે.તેમનું બેસણું તા.11 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ગાયત્રી માતાજીના મંદિર ઓદીચ્ય બ્રાહ્મણની ભોજનશાળા ખાતે રાખેલ છે.