મોરબીમાં ધૂનના માધ્યમથી ગૌમાતા અને પક્ષીઓ માટે સેવાયજ્ઞ

- text


10 વર્ષથી ઠેક ઠેકાણે ધૂન કરીને અબોલજીવો માટે સેવાપ્રવૃત્તિ કરતું ઉમિયાનગરનું બાપા સીતારામ ધૂન મંડળ

મોરબી : મોરબીના ઉમિયાનગરમાં બાપા સીતારામ ધૂન મંડળ છેલ્લા 10 વર્ષથી ધૂન કરીને અબોલજીવો માટે સેવાયજ્ઞ ચલાવી રહ્યું છે. ધૂનમાંથી મળતી દાનની રકમથી પક્ષીઓને ચણ અને ગૌમાતાઓને ઘાસચારો આપીને અવિરતપણે સેવા પ્રવૃત્તિ કરી રહ્યું છે અને સેવાના આ કાર્યમાં દરેક લોકોને મદદરૂપ બનવવાનું આહવાન કર્યું છે.

- text

મોરબીના ઉમિયાનગર ખાતે બાપા સીતારામ ધૂન મંડળ છેલ્લા 10 વર્ષની ધૂન કરીને અબોલ પશુપંખીઓ માટે સેવા પ્રવૃત્તિ કરી રહ્યું છે. કોઈપણ જગ્યા સારા માઠા પ્રસંગોમાં આ ધૂન મંડળને ધૂંનનું આમંત્રણ આપવામાં આવે છે. જે જે જગ્યાએ ધુનનું આમંત્રણ મળે તે જગ્યાએ આ ધૂન મંડળ ત્યાં જઈને ધુનની રમઝટ બોલાવે છે.આ ધૂન માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતું નથી અને ધૂનમાં જે પણ દાનની આવક થાય તે અબોલજીવોની સેવા પ્રવૃત્તિમાં સદઉપયોગ કરે છે.અબોલ ગૌ માતાઓને ઘાસચારો તથા પક્ષીઓને ચણ આપીને અબોલ જીવોની સેવા જ પરમોધર્મ હોવાનું ચરિતાર્થ કરી રહ્યા છે.આ મંડળ નિઃશુલ્કપણે ધૂનની સેવા આપે છે. જે સ્થળ પર ધૂન માટે જાય ત્યાં બાપા સીતારામની તસ્વીરની ભેટ યાદી સ્વરૂપે જય શક્તિ સ્ટુડિયો વાળા મહાદેવ પ્રજાપતિ તરફથી આપવામાં આવે છે.આ ધૂન મંડળને ધૂન દ્વારા મળતી દાન પ્રસાદીની રકમમાંથી ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ નંખાય છે તેમજ દર શનિવારે બટુકભોજન કરાવા ઉપરાંત ધર્માદામાં દાન આપવામાં આવે છે. મંડળમાં રાજુભાઇ પ્રજાપતિ, હરેશભાઇ પ્રજાપતિ, ભાવેશભાઈ પ્રજાપતિ, કેતનભાઇ પ્રજાપતિ, દીપકભાઈ મિસ્ત્રી, રણજીતસિંહ દરબાર, આકાશભાઈ પ્રજાપતિ, ચંદ્રેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો સેવા આપી રહ્યા છે. ધૂન માટે રાજુભાઇ પ્રજાપતિ મો.નં. ૯૮૭૯૯૬૩૭૯૪ તેમજ હરેશભાઇ પ્રજાપતિ મો.નં. ૯૯૭૯૪૪૪૫૨૬ ઉપર સંપર્ક કરીને અબોલજીવોની સેવા માટે ધૂન માટે દરેકને લાભ લેવા અનુરોધ કરાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text