મોરબીમાં સુર-સંગીતની સાધના માટે સુવર્ણ તક

- text


સુર-સંગીતની ક્લાસાધના કરવા ઈચ્છતા લોકો માટે કરાઓકે કલબની સ્થાપના

મોરબી : સુર અને સંગીત વગર માનવજીવન અધૂરું છે.પણ સુર અને સંગીતની સાધના કરવા ઇચ્છતા લોકોને ઘણીવાર યોગ્ય પ્લેટફોર્મ મળતું જ હોવાને કારણે સંગીતપ્રેમીઓની કલા અકાળે મુરઝાઈ જતી હોય છે.ત્યારે મોરબીમાં સુર અને સંગીતની કલા સાધના માટે ઘરઆગણે સુવર્ણ તક આવી છે.સુર-સંગીતની ક્લાસાધના કરવા ઈચ્છતા લોકો માટે કરાઓકે કલબની સ્થાપના કરવામાં આવી છે.

- text

ગીત સંગીત શીખવા માટે સાધના અને આરાધના કરવી અનિવાર્ય હોય છે. આ માટે ખાસ સમય કાઢીને યોગ્ય ગુરુ પાસે નિયમિત રિયાઝ કરવાનું પણ જરૂરી હોય છે. પણ આજના ભાગદોડ ભર્યા જીવનમાં આવો સમય ફાળવી શકાતો ન હોવાથી ગીત સંગીતમાં રુચિ ધરાવનારે મન મારીને બેસી રહેવું પડતું હોય છે. ત્યારે કરાઓકે નામની સિસ્ટમથી ઘેર બેઠા ગીત ગાવાનું શીખી શકાય છે અને ગાયનનો શોખ પણ પૂરો કરી શકાય છે. આથી કરાઓકે પદ્ધતિ ખૂબ લોકપ્રિય થઈ છે. મોટા શહેરોમાં ઘણી કરાઓકે કલબ ચાલે છે. જેમાં કલબના મેમ્બરો નિયમિત એકઠા થઈને પોતાની ગાયન કલાને ઉત્કૃષ્ટ બનાવતા હોય છે.
આ પ્રકારની કરાઓકે કલબ મોરબીમાં પણ શરૂ થવા જઈ રહી છે. કલબમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ત્યાર બાદ પાંચ સભ્યોની કમિટી કલબમાં સામેલ થવા ઇચ્છુકોની પસંદગી કરશે. ઓડિશન આપવા માટે તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે સાંજે ૪ થી ૬, પી.જી પટેલ કોલેજ, શનાળા રોડ, મહેશ હોટેલ સામે અથવા સાર્થક વિદ્યા મંદિર, સામે કાંઠે મોરબી ખાતે સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે ડૉ. રવિન્દ્ર ભટ્ટ ૯૮૯૮૨૮૮૭૭૭કિશોરભાઈ શુકલા૯૮૨૫૭૪૧૮૬૮
ચિરાગકારિયા૯૮૨૫૬૮૫૦૮૬ પ્રમોદસિંહ રાણા૯૨૨૭૨૯૦૦૦૦
તથા શ્રીમતી ક્ષમાબેન આદ્રોજાનો મોબાઈલ પર સંપર્ક સાધી શકાશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text