ટંકારામાં ઇવીએમ અને વિવિપેટ મશીનનું નિદર્શન શરૂ

લોકસભાની ચૂંટણીના અનુસંધાને મતદારોને ઇવીએમ અને વિવિપેટની કાર્યપધ્ધતિ અંગે જાણકારી અપાઈ

ટંકારા : ટંકારામાં લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા ઇવીએમ અને વીવીપેટ મશીનોનું નિદર્શન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મતદારોને ઇવીએમ અને વિવિપેટની કાર્યશૈલી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી 2019ને ધ્યાને લઈને રાજ્યના ચૂંટણી આયોગે લોકસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઇવીએમ અને વિવિપેટ મશીનીની માહિતી મતદારો સુધી પહોંચાડવા માટે ઇવીએમ અને વિવિપેટનું સઘન નિર્દેશન કરવાની સૂચના આપી છે.જેને ધ્યાને લઈને ટંકારામાં સ્થાનિક ચૂંટણી તંત્રએ ઇવીએમ અને વિવિપેટનું નિદેર્શન શરૂ કર્યું છે. ટંકારાના શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઇવીએમ અને વિવિપેટનું સઘન નિર્દશન કરીને લોકોને યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.અને કર્મચારીઓ દરરોજ આ કામગીરી કરીને તેનું દસ્તાવેજિકરણ, વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સહિતનો અહેવાલ મામલતદારને મોકલાવે છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en