મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૯ બોટલ પકડાઈ

મોરબી : મોરબીના જોન્સનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૯ બોટલ પકડાઈ હતી. એ ડિવિઝન પોલીસે આ દારૂની બોટલ જપ્ત કરી મકાનમાલિક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જોન્સનગર-૧૧મા ભાવેશ નારણભાઇ સરવૈયાના રહેણાંક મકાનમાંથી એ ડિવિઝન પોલીસે રૂ. ૭૨૫૦ની કિંમતનો ૯ બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કરીને ભાવેશ સરવૈયા સામે ગુનો નોંધી તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

ફાઈલ તસ્વીર