વાંકાનેર: ફેસબુકે હેક થયેલું FB પેઝ મૂળ માલિકને 10 દિવસ માં પરત અપાવ્યું

“શું તમે ખેડૂત છો?” નામનું હેક થયેલું FB પેજ ૧૦ દિવસમાં હેકર્સ પાસેથી હુશેન પંચાસીયાને પરત કરાવતું ફેસબુક

વાંકાનેર: વાંકાનેરના પંચાસિયા ગામના
હુસેન પંચાસીયાનું “શુ તમે ખેડૂત છો?” નામનું એફબી પેજ બનાવ્યું હતુ. જે થોડા દિવસો પહેલા હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. આ પેઝ પરત મેળવવા હુસેનભાઈએ તમામ દિશામાં સતત પ્રયત્નો કર્યા અને તેમને દરેક દિશામાંથી મિત્રોનો સહકાર મળ્યો. આખરે ફેસબુકે માન્યું કે “શું તમે ખેડુત છો?” એ પેજ હેક થયું છે અને તેમના મૂળ એડમીન હુશેન પંચાસીયા છે.

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના હુસેન સિપાઈ સમગ્ર તાલુકામાં હુસેન પંચાસીયા તરીકે ઓળખાય છે. તેઓ ખેડૂતોને માહિતી આપતું “શું તમે ખેડુત છો?” નામનું પેજ ચલાવે છે. આ પેઝને સવા બે લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે. કૃષિ પેજમાં ગુજરાતમાં આ પેજ સૌથી મોટું છે. આવડી મોટી લાઈકની સંખ્યા જોઈને હેકર્સ દ્વારા આ પેજ હેક કરવામાં આવ્યું હતું. પરિણામે સોશિયલ મીડિયામાં નેટના નટ ગણાતા બન્ને ભાઈઓને હેકર લાલચમાં ફસાવવામાં સફળ થયો હતો. પરિણામે હુસેન સિપાઈનું સવા બે લાખથી વધુ લાઇક ધરાવતું પેજ હેક થઈ ગયું અને તેમનો કંટ્રોલ હુસેન પંચાસીયાના હાથમાંથી જતો રહ્યો.

હેકર શરૂઆતના સાત દિવસ શાંત રહ્યો બાદમાં એડમીન બનીને બે દિવસથી તેમણે વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ત્રીજા દિવસે ફેસબુકે સ્વીકારી લીધું કે ‘શું તમે ખેડૂત છો?” એ પેજ કોઈ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે અને તેમના ખરેખર મૂળ એડમીન હુશેન પંચાસીયા છે.તેમના માટે એફ બીએ માગેલા પુરાવા અને માહિતી હુસેન પંચાસીયાએ આપી ત્યારે ફેસબુકે હેકર પાસેથી એ પેજ લઈને તેમના એડમીન તરીકે મૂળ મલિક એવા હુસેન પંચાસીયાને ફરીથી પ્રસ્થાપિત કરતા હેકરના હાથ હેઠા પડ્યા છે.

આ માટે હુસેન પંચાસીયાએ તમામ દિશાએ જબરદસ્ત લડત કરવી પડી હતી. જેમાં તેમને દરેક તબક્કે તેમના મિત્રોનો ખૂબ સારો સહકાર મળ્યો. સૌ પ્રથમ પોલીસ ફરિયાદ કરવાથી શરૂઆત કરી અને એ ફરિયાદ છેક ફેસબુક સુધી પહોંચાડવામાં અને જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં, ચર્ચાઓ અને માહિતીની આપ-લે કરવામાં,જે મિત્રો એ સહકાર આપ્યો તેમાં ઈલમુદિન બાદી, અયુબ માથાકિઆ (કપ્તાન), હરદેવસિંહ ઝાલા(મોરબી અપડેટ), ઉસ્માનગની શેરસીયા, તોફીક ભાલારા, શકીલ ઠાસરીયા, વી.એન. શેરસીયા અને છેક મધ્યપ્રદેશથી અલ્તાફખાનનો ખૂબ સારો સહકાર મળ્યો. પરિણામે છેલ્લા દસ દિવસથી ચિંતામાં રહેતા હુસેન પંચાસીયાની હેકર્સ સામે જીત થઈ.

હુસેન પંચાસીયાએ આ સમય દરમ્યાન સાથ સહકાર આપનાર અને ફોનથી કે મેસેજથી પૂછપરછ કરનાર તમામ મિત્રોનો આભાર માન્યો છે. મારી પાસે સૌથી મોટી મૂડી મારા મિત્રોની છે તેમ વધુમાં કહ્યું હતું. હવે “શું તમે ખેડૂત છો?” તો આ પેજ ને લાઈક કરો, જોઈએ ફેસબુકમાં કેટલા ખેડુત છેની ટેગ લાઈન ધરાવતું આ પેજ ફરી પાછું હુશેન પંચાસિયાના સંચાલન હેઠળ અને ગુજરાતના ખેડૂતોના સેવામાં આવી ગયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en